નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનના ઉદ્ધાટન સત્રમાં ભાગ લીધો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના લક્ષ્યાંકોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ રૂપા કરી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ હોય છે. તેની સાથે બધા જોડાયેલા છે. શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ અને પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. શિક્ષણ નીતિથી શિક્ષક, વાલીઓ વિદ્યાર્થીઓ જેટલા જોડાયેલા હશે, એટલી જ તે પ્રાસંગિક બનશે. 5 વર્ષથી દેશભરના લોકોએ પોતાના સૂચનો આપ્યાં. ડ્રાફ્ટ પર 2 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતાં. બધાએ તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વ્યાપક વિવિધતાઓના મંથનથી અમૃત નીકળ્યું છે. આથી ચારેબાજુ તેનું સ્વાગત થઈ રહ્યું છે. બધાને આ શિક્ષણ નીતિ પોતાની લાગી રહી છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યાં છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેનાથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે. 


તેમણે કહ્યું કે શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, તેનું મૂળ શું હોવું જોઈએ, તેના તરફ દેશ એક ડગલું આગળ વધ્યો છે. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારીથી કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનિક એકમો, બધા જોડાયેલા હોય છે. પરંતુ એ પણ સાચુ છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેનો હસ્તક્ષેપ, તેનો પ્રભાવ ઓછો હોવો જોઈએ. ગામડામાં કોઈ શિક્ષક હોય કે પછી મોટા મોટા શિક્ષણવિદ્, બધાના મનમાં એક ભાવના છે કે પહેલની શિક્ષણ નીતિમાં આ સુધાર થતો હું જોવા માંગતો હતો. આ એક મોટું કારણ છે રાષ્ટ્રી શિક્ષણ નીતિની સ્વિકૃતિનું. આજે દુનિયા ભવિષ્યમાં ઝડપથી બદલાતી જોબ, કાર્યની પ્રકૃતિને લઈને ચર્ચા થાય છે. આ પોલીસી દેશના યુવાઓને ભવિષ્યની જરૂરિયાતો મુજબ જ્ઞાન અને કૌશલ બંને મોરચે તૈયાર કરશે. 


અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ રવિવારે આ વિશે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે આવતી કાલે 10.30 વાગે, હું અને રાષ્ટ્રપતિ કોવિંદ, રાજ્યપાલો અને વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના ક્રાંતિકારી પ્રભાવ પર એક સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં થનારા વિચાર-વિમર્શ ભારતને જ્ઞાનનું કેન્દ્ર બનાવવાના અમારા પ્રયત્નોને મજબૂત કરશે. તેમણે જણાવ્યું હતું કે સંમેલનનો વિષય ઉચ્ચ શિક્ષણના ફેરફારમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભૂમિકા રાખવામાં આવ્યો છે. 


 જુઓ VIDEO



34 વર્ષ બાદ મોટા સુધારાઓ સાથે નવી શિક્ષણ નીતિને લાવવામાં આવી
જાણકારી મુજબ રાજ્યપાલોના આ સંમેલનમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રી, રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. નિવેદનમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 21મી સદીની પહેલી શિક્ષણ નીતિ છે. જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના 34 વર્ષ બાદ જાહેર કરાઈ છે. નવી શિક્ષણ નીતિને શાળા અને ઉચ્ચ શિક્ષણ સ્તર બંનેમાં મોટા સુધારા માટે લાવવામાં આવી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube